કરૂણાંતિકા:જાહેર રસ્તા પર ખુંટીયાઓના યુદ્ધમાં યુવાનનો ભોગ લેવાયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરગામથી રાણાકંડરણાના રસ્તા પર કરૂણાંતિકા સર્જાઇ

પોરબંદર જિલ્લામાં રઝળતા પશુઓના ત્રાસને લીધે તથા ખુટીંયાઓ જાહેરમાં ઝઘડતા હોવાના લીધે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે અને લોકોમાં પણ સતત આ અંગેનો ભય સેવાતો હતો ત્યારે આ ભય સાચો પડતો હોય તેમ ગઇકાલે વહેલી સવારના સમયે અમરગામથી રાણાકંડોરણાના રસ્તા પર બે ખુંટીયાની લડાઇમાં એક યુવાનનો ભોગ લેવાઇ જતા તહેવારોના સમયે આ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ કરૂણ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લામાં અમરગામથી રાણાકંડોરણા જતા રસ્તા પર ગઇકાલે વહેલી સવારના સમયે પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતા રણજીત ભાયાભાઇ ડોડીયા નામનો 28 વર્ષીય યુવાન તથા સાહેદ ભીમજીભાઇ હરેશભાઇના મોટર સાયકલ પર બેસીને જતા હતા.

ત્યારે રસ્તામાં ખેતરમાંથી ખુંટીયા દોડીને રસ્તા પર આવી જતા હરેશભાઇના મોટર સાયકલ સાથે અથડાયા હતા અને આ બંને યુવાનો મોટર સાયકલ પરથી નીચે ફેંકાઇ ગયા હતા અને રણજીત ભાયાભાઇ ડોડીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ યુવાનને બાદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...