પોરબંદરના છાયા ખાતે રહેતા અને ફટાણા એ.એન.કે. મહેતા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રામભાઈ કડેગિયાના પુત્ર હાર્દિકકુમારે ભારતની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાંની એક CATની પરીક્ષા ઉંચા PR સાથે પાસ કરી અને પોતાતી શ્રેષ્ઠ પ્રોફાઈલ દ્વારા ભારતની કુલ 20 IIM માંથી રેન્ક 4 માં આવતી IIM લખનૌ ખાતે પ્રવેશ મેળવેલ છે. અગાઉ હાર્દિકકુમારે ધો. 10 બોર્ડ પરીક્ષા 99.61 PR સાથે પાસ કરી જિલ્લામાં ટોપ 10માં સ્થાન મેળવ્યુ હતું, ધો. 12 સાયન્સમાં 99.17 તેમજ JEE Main 99.14 PR સાથે પાસ કરી NIT જયપુરમાંથી મિકેનીકલ એન્જીનીયરની ડીગ્રી મેળવી હતી.
કોલેજ પ્લેસમેન્ટથી ખાનગી કંપની વડોદરા ખાતે સારા પેકેજથી બે વર્ષ સુધી નોકરી પણ કરી હતી. હંમેશા આગળ વધવાની ઈચ્છા સાથે તેમણે નોકરી છોડી CAT પરીક્ષાની તૌયારી કરવામાં અથાગ મહેનત કરી દેશની અતી પ્રતિષ્ઠિત IIM લખનૌમાં પ્રવેશ મેળવવામાં સફળતા હાંસલ કરી મહેર જ્ઞાતિ તેમજ પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારતા આ યુવાનને આગેવાનોએ શુભેરછા પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.