આપઘાત:મહોબતપરા ગામના યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત નીપજ્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અસ્થિર યુવાનનું અંતિમ પગલું

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહોબતપરા ગામે ગત તારીખ 5-5-2022 ના રોજ એક યુવક તે ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહોબતપરા ગામે રહેતા ભરતભાઈ એભાભાઇ પરમાર ઉંમર વર્ષ 26 માનસિક અસ્થિર મગજના હોય તેમણે ગત તારીખ 5-5-2022 ના રોજ રાત્રીના સમયે જંતુનાશક દવા પી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન ગઈકાલે દુઃખદ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI એ. બી. દેસાઈએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...