પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના બે કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં એક આધેડે ઝેરી દવા પી લીધી હતી અને એકાદ અઠવાડિયા પહેલા એક યુવતિએ કેરોસીન છાંટીને આગ ચાંપી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના છાંયા વણકરવાસમાં રહેતા રમણીકભાઇ જેસાભાઇ પાંડાવદરા (ઉ.વ. 41) ઘણા સમયથી માનસિક બિમાર હોય અને તેની દવા પણ ચાલુ હોય જેના કારણે પોતે પોતાની મેળે બિમારીથી કંટાળીને ગઇકાલે બપોરના સમયે ઝેરી દવા પી લેતા તેનું દુ:ખદ મોત નિપજયું હતું.
જયારે કે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા કૃપાલીબેન કીશન ચામડીયા (ઉ.વ. 20 ) નામની યુવતી જીંદગીથી કંટાળી જતા પોતે પોતાની મેળે ગત તા. 07-04-2022 ના રોજ આખા શરીરે કેરોસીન છાંટીને સળગી જતા તેમને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બાદમાં તેમને વધુ સારવાર માટે જામનગર ખાતે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં તેમનું ગત તા. 13-04-2022 ના રોજ સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.