તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પોરબંદરના રૂપાળી બાગ નજીક ટેન્કરે હડફેટે લેતાં યુવાનનું મોત

પોરબંદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢનો ટેન્કર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો, ફરિયાદ
 • યુવાનને પેટ અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મોત થયું

પોરબંદરમાં બાલાજી વેકર્સના ટેન્કર ચાલકે રૂપાળી બાગ નજીકથી પસાર થતા એક યુવાનને હડફેટે લેતા આ યુવાનનું મોત નિપજાવી ટેન્કર ચાલક નાશી છૂટ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

છાયા દેવજીચોક મીલના ડેલા પાછળ રહેતા શૈલેષ જેઠવા નામનો 25 વર્ષીય યુવાન રાત્રીના સમયે રૂપાળી બાગ નજીકથી પગપાળા જઇ રહ્યો હતો તે દરમ્યાન જૂનાગઢ ના ટીંબાવાડીમાં રહેતો બાલાજી વેફર્સના ટેન્કરનો ચાલક મુસા હાસમ સુમરા ટેન્કર નંબર GJ03 BW 1983 પોરબંદરમાં પુરઝડપે, માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી રૂપાળીબાગ નજીક શૈલેષ નામના યુવાનને હડફેટે લેતા આ યુવાનને પેટ અને ગુપ્ત ભાગે ગંભીર ઈંજાઓ પહોંચી હતી. અને આ યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાશી છૂટ્યો હતો. આ અંગે મૃતક યુવાનના ભાઈ મનીષ જગજીવન જેઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો