તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રાણાવાવ પાસે ટ્રેક્ટર- બાઇકની ટક્કર થતાં યુવાનનું મોત નિપજ્યું

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લામાં અકસ્માતે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા
 • બળેજ ગામ પાસે પગપાળા જતા યુવાનને કારે હડફેટે લેતાં મોત

પોરબંદર જિલ્લાના જુદાં દુદાં બે સ્થળો પરના બે વાહન અકસ્માતોમાં ૨ વ્યક્તિઓના મોત થયા હતા.રાણાવાવ નજીક આશાબાપીરના પાટીયા પાસેના હાઇવે રોડ પરથી એક ટ્રેક્ટર પસાર થઇ રહ્યુ હતુ.

ત્યારે ટ્રેક્ટરના પાછળના ભાગે અચાનક એક ડબલ સવારીવાળું મોટરસાઇકલ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને મોટરસાઇકલ ચાલક યશ લખમણભાઇ દાસા નામના 18 વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યુ હતુ અને મો.સા.ની પાછળ બેસેલા વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી, તો બીજી તરફ જિલ્લાના બળેજ ગામના ભુવાકેડા નેશમાં રહેતા પુંજાભાઇ કરશનભાઇ ઉલવા નામના ૪૩ વર્ષીય યુવાન બળેજ ગામ પાસેના હાઇવે રોડ પરથી પગપાળા જતા હતા.

ત્યારે અચાનક રોડ પરથી પસાર થતી એક GJ01RH -7480 નંબરવાળી મોટરકારે પુંજાભાઇને હડફેટમાં લેતા, માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે પુંજાભાઇનું મોત નીપજ્યું હતુ, અકસ્માત સર્જીને કાર ચાલક નાશી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો