અકસ્માત:બિરલા રોડ પર ખાડામાં મોટર- સાયકલ સ્લિપ થતા યુવાનને ઇજા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરનાં માર્ગો પરનાં ખાડા પુરવા માંગ ઉઠી

પોરબંદરના બિરલા રોડ થી ઇન્દિરાનગર અને ઓળદર સુધીના રોડ પર મસમોટા ગાબડાઓ પડી ગયા છે. આ માર્ગ માધવપુર, વેરાવળ સુધીનો મહત્વનો હાઇવે છે જેથી ભારે વાહનો પણ પસાર થાય છે. માર્ગ પરના ઠેરઠેર ગાબડાને કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

તાજેતરમાં પોરબંદરના આસીફ બ્લોચ નામના શાપ રેસ્ક્યુઅર યુવાનને ગોસાથી ફોન આવ્યો હતો જેથી આ યુવાન શાપનું રેસ્ક્યુ કરવા બાઇક મારફત ગોસા જતો હતો તે દરમ્યાન આ માર્ગના ગાબડાની કડમાં બાઇક આવી જતા બાઇક સહિત આ યુવાન પડી ગયો હતો અને પગમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. આ યુવાનને પગમાં ટાંકા આવ્યા છે. યુવાને જણાવ્યું હતું કે મસમોટા ગાબડાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહનોને પણ નુકશાન થાય છે. આ માર્ગ પરના ગાબડાઓનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...