અકસ્માત:ટ્રક ચાલકે કારને હડફેટે લેતા યુવાનને હાથના ભાગે ઇજા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કાંટેલા ગામ પાસે હાઇવે પર ટ્રકની કાર સાથે ટક્કર
  • અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટયો, પોલીસ ફરિયાદ

પોરબંદર જિલ્લાના કાંટેલા ગામ પાસે એક ટ્રક ચાલકે એક મોટરકારને હડફેટે લેતા કારચાલકને ઇજાઓ થઇ હતી અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાશી છૂટતા તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં આશાપુરા ચેક પોસ્ટ પાસે રહેતા કિશોરગર હીરાગર રામદત્તી નામનો યુવાન પોતાની મોટરકાર નં. GJ-18-GB-0287 ચલાવીને આવતો હતો

ત્યારે કાંટેલા ગામ પાસે હાઇવે પર એક ટ્રક નંબર GJ-10-TT-9590 એ કિશોરગરની મોટરકારને ટક્કર મારી હતી જેથી તેની મોટરકારને નુકશાન થયું હતું અને કિશોરગરની હાથમાં કોણીના ભાગે ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છૂટયો હતો અને કિશોરગરએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના હે.કો. સી. બી. ગોસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...