પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગત શુક્રવારના રોજ એક વેલ્ડર હાઇડ્રો ગેસ કટરથી લોખંડનું કટીંગ કરતો હતો ત્યારે અકસ્માતે લોખંડનો એક ટુકડો અકસ્માતે તેમના માથામાં લાગી જતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.
આ દુ:ખદ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના બિરલા ફેકટરીના ગેઇટની સામે બાલાજી દંગામાં રહેતા રાજેન્દ્રસિંગ હિરાલાલસિંગ મિશ્રા નામનો 40 વર્ષીય યુવાન ગત શુક્રવારના રોજ બપોરના સમયે સુભાષનગર વિસ્તારમાં હાઇડ્રો (નોસ્ક્રેપ) ગેસ કટરથી લોખંડ કાપતો હતો.
ત્યારે અકસ્માતે લોખંડનો મોટો ટુકડો તેમના માથામાં લાગી જતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ કરૂણ અકસ્માત અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના PSI એસ. એસ. ગામેતીએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.