તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અજાણ્યા વાહને હડફેટે લેતાં પોરબંદરના યુવાનનું મોત

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો
  • ભોદના પાટિયા પાસેથી બાઇક પર જઇ રહ્યો હતો

પોરબંદર જિલ્લામાં ભોદ ગામે રહેતા ૩૧ વર્ષીય યુવાન ભોદના પાટીયા પાસેથી મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું કરૂણ મોત નીપજ્યુ હતુ. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લાનાં ભોદ ગામે રહેતા રાજુભાઇ કારાભાઇ મોકરીયા (ઉ.૩૧) નામનો યુવાન પોતાના મોટરસાઇકલ પર સાવર થઇને ભોદના પાટીયા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળથી કોઇ અજાણ્યા વાહન ચાલકે તેના મોટરસાઇકલને ઠોકર મારતા તેનું મોટરસાઇકલ ફંગોળાઇ ગયુ હતુ જેના લીધે આ રાજુ નામના યુવાનને માથા ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું કરપીણ મોત નીપજ્યુ હતુ. અકસ્માત કરીને નાશી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...