કોરોના અપડેટ:કાંટેલા ગામનો યુવાન કોરોના પોઝિટીવ; સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 માસ બાદ પોરબંદર જિલ્લામાં કોરોનાની એન્ટ્રી
  • લોકોએ શહેરની ભીડભાડ વાળી જગ્યા પર માસ્ક પહેરવું જોઇએ : આરોગ્ય વિભાગ

પોરબંદર જિલ્લામાં 5 માસ અને 9 દિવસ બાદ કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. કાંટેલા ગામમાં રહેતો અને ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હાલ તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લામાં કોરોનાએ ફરી દેખા દીધી છે.

જિલ્લામાં ગત તા. 28/9/ 2022 ના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને બાદ 5 માસ અને 9 દિવસે ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. કાંટેલા ગામે રહેતો 25 વર્ષીય યુવાનને તાવ, શરદી, ઉધરસ થયા હતા જેથી વિસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આ યુવાનનો કોરોના અંગેનો ટેસ્ટ એટલેકે આરટીપીસીઆર કરવામાં આવ્યો હતો જેમાં આ યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા નિયમ મુજબ આ યુવાનને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતેના કોવિડ વોર્ડ એટલેકે, આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ યુવાન ડ્રાઈવર હોય જેથી અન્ય જિલ્લા અને રાજ્યમાં જતો હતો. તેની તબિયત બગડતાં આ યુવાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ગયો હતો. ઉલ્લેખનીય છેકે, હોસ્પિટલના તબીબે જણાવ્યું હતુંકે, આ યુવાનની તબિયત સારી છે અને ઓકસીજન લેવલ પણ સારું છે. 5 માસ બાદ કોરોનાએ પોરબંદરમાં દસ્તક દીધી છે ત્યારે લોકોએ ભીડભાડ વાળી જગ્યા પર માસ્ક પહેરીને જવું જોઈએ તેવી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 448249 ટેસ્ટ થયા
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના અંગેના 448249 ટેસ્ટ થયા છે. 24 કલાકમાં 35 જેટલા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દી કોરોના પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કુલ 4373 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જિલ્લામાં 1 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...