અકસ્માત:પોરબંદરનાં રાણા ખીરસરા ગામે યુવાન પાણીમાં ડૂબ્યો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેમમાં નહાવા જતા અકસ્માતે ડૂબી જતા અરેરાટી

પોરબંદરના રાણાવાવના રાણા ખીરસરા ગામે ગઇકાલે બપોરના સમયે એક યુવાન મીણસાર નદીના ડેમમાં નહાવા માટે જતા તેમનું અકસ્માતે ડૂબી જતા મોત નિપજયું હતું. આ ઘટનાના સમાચાર વાયવેગે પ્રસરી જતા લોકોમાં શોકનું મોજું ફરી વાળ્યું હતું. આ દુઃખદ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાણા ખીરસરા ગામે રહેતો કપીલ રામશીભાઇ ગોરફાડ નામનો 25 વર્ષીય આશાસ્પદ યુવાન ગઇકાલે બપોરના સમયે મીણસાર નદીના ડેમમાં નહાવા માટે પાડ્યો હતો.

આ યુવાન ડેમમાં નહાવા પડ્યા બાદ અકસ્માતે પાણીમાં ડૂબી જતા આ યુવાનનું દુ:ખદ મોત નિપજયું હતું. આ યુવાનના ડૂબી જવાના સમાચારથી ખીરસરા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ ઘટના અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...