તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:સુરઠી નદીના પુલ પાસે બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત થયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં અપમૃત્યુના 3 બનાવો
  • પોરબંદરમાં મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

પોરબંદર જિલ્લામાં ગઇકાલે અપમૃત્યુના 3 બનાવો નોંધાયા છે જેમાં 1 મહિલાએ ગળાફાંસો ખાઇ લેતા તથા અન્ય 2 ઘટનામાં પુરુષોના પગ લપસી પડતા તેઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા હેમલતાબેન બાલુભાઇ ચાવડા છેલ્લા 3-4 વર્ષથી માનસીક બીમાર હોય અને દવાથી સારું થતું ન હોય તેઓએ કંટાળીને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઇ લેતા તેઓનું દુ:ખદ મોત નિપજ્યું હતું.

જયારે કે સોઢાણા ગામના સોરઠી નદીના પુલ પાસેથી લખમણભાઇ મેણંદભાઇ મોઢવાડીયા મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે તેમનું મોટર સાયકલ સ્લીપ થઇ જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું દુ:ખદ મોત નિપજ્યું હતું. જયારે કે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં સુરેશભાઇ રઘીયાભાઇ શીંગડા બોટમાં કામ કરતા હતા ત્યારે તેમનો પગ લપસી જતા તેના માથામાં ગંભીર ઇજાઓ થતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...