રાણાવાવના આદિતપરા ગામે યુવકને બાઇક ચાલકે અડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ આરોપી મયુરસિંહ વિક્રમસિંહ ગોહિલ રહે. આદિતપરા ગામ તા. રાણાવાવ પોતાના મોટર સાયકલ રજી.નં.GJ-04-BB-4168 લઇને 03-08-22ના રોજ ચાર વાગ્યા આસપાસ આદિતપરા ગામે સ્મશાન નજીક આવેલ રોડ પર મારંમાર અને પુર ઝડપે બેફીકરાઇથી ગફલત ભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવતા મનસખુ પીપરોતર નામના યુવાનનુ મોત નીપજ્યું હતું.
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ફરીયાદી લખમણ નથુ પિપરોતરે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે, તેમના કાકાના દિકરા મનસખુ હરજી પીપરોતર (ઉં.વ.34) રહે.આદિતપરા ગામ તા.રાણાવાવ વાળાને આરોપી મયુરસિંહ વિક્રમસિંહ ગોહિલે ઠોકર મારી પછાડી દેતા માથામા જમણી બાજુ કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને રાણાવાવ પોલીસ દ્વારા અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની તપાસ રાણાવાવ પીએસઆઇ પી.ડી.જાદવ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.