તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મિંયાણીમાં કારે હડફેટે લેતા સાયકલ ચાલક યુવાનનું મોત

ભાવપરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસ્કમાત સર્જી કારચાલક નાસી છૂટયો : પિતાએ ફરિયાદ નોંધાવી

પોરબંદર-દ્વારકા હાઇવે પર મીયાણી નજીક પોતાની સાયકલ પર જઇ રહેલા મીયાણી ગામના એક તરૂણને એક મોટરકારના ચાલકે હડફેટે લેતા તરૂણનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. આ અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટયો હતો.

પોરબંદરના મીયાણી ગામે રહેતા અશ્વિન લખમણભાઇ નામનો તરૂણ ગઇકાલે બપોરના સમયે મીયાણી ગામ પાસે હાઇવે પર પોતાની સાયકલ લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા મોટરકારના ચાલકે તેને હડફેટે લેતા અશ્વિનને ગંભીર ઇજાઓ થતા તેનું દુ:ખદ મોત નિપજયું હતું. અકસ્માત થયા બાદ મોટરકારનો ચાલક નાસી છૂટયો હતો. આ અંગે તરૂણના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મીયાણી મરીન પોલીસ સ્ટેશનના PI એચ. એલ. આહીરે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...