તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:શ્રીનગર પાસે રીક્ષા પલટી જતાં મહિલાનું મોત, 6ને ઈજા પહોંચી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણાવદર થી હર્ષદ માનતા ઉતરવા જતા પરિવારને અકસ્માત નડ્યો
  • 3ને વધુ ઇજાગ્રસ્ત હોવાથી દાખલ કરાયા, 3ને સારવાર આપી છૂટા કર્યા

માણાવદર થી હર્ષદ માનતા ઉતરવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. શ્રીનગર પાસે રીક્ષા પલટી ખાઈ જતા 6ને ઈંજા પહોંચી હતી જ્યારે એક મહિલાનું મોત થયું છે. માણાવદર ગામે રહેતા ગંગાબેન શાંતિભાઈ વિંઝુડા, મિતલ, કમલ શાંતિભાઈ, કુંજલ ભીખુભાઇ વધેરા, માનસી ભીખુભાઇ, લક્ષ્મીબેન રમણિકભાઈ વધેરા અને ગૌતમ ભીખાભાઇ પરમાર રીક્ષા મારફત હર્ષદ મંદિરે માનતા ઉતારવા જતા હતા.

રીક્ષા પોરબંદર દ્વારકા હાઇવે પર પહોંચી હતી અને શ્રીનગરના પાટિયા પાસે એક બાઇક આડું ઉતરતા રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રીક્ષા પલટી મારી જતા રીક્ષામા બેસેલ વ્યક્તિઓ પડી જતા તેઓને ઈંજાઓ પહોંચી હતી જેથી તેઓને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મણાવદરના ગંગાબેન શાંતિભાઈ વિંઝુડા નામની 40 વર્ષીય મહિલાને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. જ્યારે મિતલ, કમલ અને કુંજલને વધુ સારવારની જરૂર હોવાથી દાખલ કરવામાં આવ્યા છે તેમજ અન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપી છુટા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...