અટકાયત:માધવપુરમાંથી જાહેરમાં દારૂ વેંચતી મહિલા ઝડપાઇ

માધવપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ સરપંચ દ્વારા આ મહિલાને પકડીને પોલીસમાં સોંપવામાં આવી

પોરબંદર ના માધવપુર ઘેડ ખાતે આજ રોજ જાહેરમા દારૂ વેચતી મહિલા ને માધવપુર સરપંચ દ્વારા પકડી માધવપુર પોલીસ સોંપવા મા આવી હતી. માધવપુર ઘેડમા મેળા ગાઉન્ડમા એક મહિલા દ્વારા દેશી દારૂ નું વેચાણ થતું હોવાનું સરપંચ ભનુભાઇ ભુવાને ધ્યાને આવતા તેઓએ તે મહિલાને પકડીને માધવપુર પોલીસને સોંપવામા આવી હતી.

આ ઉપરાંત માધવપુરમા હજુ અન્ય વિસ્તારોમાં પણ દારૂનું વેચાણ થતું હોય તો દારૂ વેચનાર સામે કડક મા કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરવા મા આવી છે. તેમજ માધવપુર થી બહાર થી આવતા શંકાસ્પદ વ્યકતિઓને પૂછપરછ કરવી તથા બહારના રાજયોમાંથી અહીં આવી દારૂનું વેચાણ કરતા હોય, ચોરીઓ કરતા હોય તેવા બનાવો ના બને તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા તમામ સ્લમ વિસ્તારમા રહેતા લોકોના આધાર કાર્ડ લેવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...