કાર્યવાહી:ખાપટ વિસ્તારમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 4 મહિલા રૂ. 16,500ના મુદ્દામાલ સાથે ઝડપાઇ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાપટ વિસ્તાર માંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું છે. એલસીબીએ રૂ.16,500ના મુદ્દામાલ સાથે જુગાર રમતી 4 મહિલાને ઝડપી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ મારુતિનગરમા રહેતી લીલુબેન રણજીત બોખીરિયા તરના મકાનમાં બહારથી મહિલા બોલાવી, નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી આ મકાનમાં જુગાર રમતી લીલુબેન રણજીત સહિત શાંતિબેન ઉર્ફે જયાબેન પ્રતાપ ઓડેદરા, માલીબેન કરશન પરમાર અને જીવીબેન ઉર્ફે ઝાંઝીબેન અરભમ ઓડેદરાને હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી કુલ રૂ. 16,500નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...