ફરિયાદ:મીંયાણીમાં મહિલા પર 2 મહિલા સહિત 7 શખ્સોએ હુમલો કર્યો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર મહિલાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

પોરબંદર જીલ્લાના મીંયાણી ગામે એક મહિલા ઉપર કોઇ અગમ્ય કારણોસર બે મહિલા સહિત સાત શખ્સોએ લોખંડના પાઇપ તથા કોદારીના હાથા વડે હુમલો કરીને આડેધડ માર માર્યાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ભોગ બનનાર મહિલાના પિતા લાખાભાઇ નાગાભાઇ મોઢવાડીયાએ પોલીસ ફરીયાદ કરી જણાવ્યુ છે કે, મીંયાણી ગામની નવનાળા સીમમાં રહેતી પોતાની પૂત્રી સંગીતાબેન ઉપર તે જ ગામના રાજુ મુરૂ ઓડેદરા, રામદે મુરૂ ઓડેદરા, મેરૂ સાજણ ઓડેદરા, આવડા જેઠા, આવડા દેવશી, શાંતિબેન બેન રામદે તથા એક અજાણ્યા મહિલા સહિતના 7 શખ્સોએ એકસંપ કરી, લોખંડના પાઇપ તથા કોદારીના હાથા વડે ફરીયાદીની પૂત્રી સંતોકબેન ઉપર કોઇ અગમ્ય કારણોસર હુમલો કર્યો હતો અને આડેધડ માર મારી સંગીતાબેનને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ પહોંચાડી હતી.

આ બાબતે ફરીયાદ કરાતા પોલીસે ઉક્ત બે મહિલા સહિતના સાતેય આરોપીઓ સામે હથીયારબંધીના ભંગ બદલ ગુનો નોંધી, કાયદેસરની આગળની વધુ તપાસ મીંયાણી મરીન પોલીસ સ્ટેશનના PSI-ડી.બી.રાઠોડે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...