આશ્વાસન:પોરબંદર શહેરની એક મહિલાને નવજાત શિશુ સાથે તરછોડી મુકાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 181 અભયમને ફોન કરી મદદ માંગતા ટીમે સમાધાન કરી મેળાપ કરાવ્યો

પોરબંદર શહેરની મહિલા પોલીસ સ્ટેશનની 181 અભયમ હેલ્પલાઇન મુશ્કેલીમાં પડેલી મહિલાઓને ખરા સમયે મદદ કરી રહી છે. તાજેતરમાં પોરબંદરમાં એક મહિલાને નવજાત શિશુ સાથે ઘરેથી કાઢી મૂકવામાં આવેલ હતી તેમણે 181 અભયમ ટીમને જાણ કરતા આ ટીમે પતિ સાથે સમાધાન કરાવી તેમના ઘરે પરત મોકલી આપી હતી.

પોરબંદર શહેરની એક મહિલાને બાળકને જન્મ આપ્યા ના બે જ દિવસ થયેલા હતા અને તેનો પતિ ઝઘડો કરી માનસિક ત્રાસ આપતો હોય અને પતિ નશાની હાલતમાં આવી હેરાન કરતી કરતો હોય આ મહિલ અને બાળક પર ધ્યાન આપતો ન હોય મહિલાએ તેના પતિને થોડીવાર માટે બાળકને રાખવા માટે જણાવેલ અને આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તેમના પતીએ આ મહિલાને કામે જવાનું અથવા તો ઘરેથી નીકળી જવાનું કહેતા આ મહિલાને મનમાં લાગી આવ્યું હતું અને પોતાના બે દિવસના બાળકને ઘરેથી લઈને નીકળી ગઈ હતી.

આ પીડીતા પેરેડાઇઝ ફુવારા નજીક રસ્તા પર બેઠેલા જોઈ એક જાગૃત નાગરિકે 181 અભયમને ફોન કરી લીધા માટે મદદ માંગેલ હતી. આ અભયમ ટીમના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી અને મહિલા પોલીસ કિરણબેન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને મહિલાને આશ્વાસન આપ્યું હતું તથા તેના પતિને બોલાવી તેને કાઉન્સિલિંગ કરેલ અને કાયદાકીય માહિતી આપેલ હતી તેમજ પતિને નવઝાત શિશુના ભવિષ્ય અને સલામતી અંગે સમજણ આપતા પતિને જવાબદારીનું ભાન તથા પોતાની ભૂલનો પસ્તાવો થતા મહિલાને તથા પોતાના નવજાત બાળકને પોતાને ઘરે લઈ ગયો હતો અને ભવિષ્યમાં આવો બનાવ નહીં બને તેની બાંહેધરી પણ આપેલ હતી.

અન્ય સમાચારો પણ છે...