તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઘરફોડ ચોરી સહિતના ગુનામાં 28 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

પોરબંદર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટની મુદ્દતમાં હાજર ન રહી શખ્સ રહેઠાણ બદલતો હતો : દડવા ગામે મજૂરી કરતો હતો

28 વર્ષથી વોન્ટેડ શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. કોર્ટની મુદતમાં હાજર નહિ રહી વોન્ટેડ શખ્સ રહેઠાણ બદલતો હતો જ્યારે અન્ય કેસમાં છેલ્લા 11 વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ શખ્સને એલસીબીએ ઝડપી લીધો.

પોરબંદરમાં આગામી પાલીકા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડાય જેથી કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાઇ જે બાબતે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પીઆઇ એચ.એલ.આહિરની સુચના મુજબ કીર્તિમંદિર પો.સ્ટે માં નોંધાયેલ આર્મ્સ એક્ટ મે ચીફ જ્યુડીશ્યલ મેજી.ની કોર્ટના ફો.કે.નં.243 મુજબના કામેના આરોપી મુકેશ ઉર્ફે ભુરી વીંજાભાઈ ટોડરમલ રહે. રામદેવપીરના મંદિર પાસે બદામના ડાયરા પાસે ખારવાવાડ પોરબંદરવાળો છેલ્લા 28 વર્ષ મુદતમાં હાજર નહીં રહી અને પોતાની પકડથી બચવા પોરબંદર થી દમણ, વાપી, વળાંકબારા અલગ અલગ જગ્યાએ રહેણાંક બદલતો હોય જેથી આરોપી વિરુધ્ધ સી આર.પી.સી.ક.82 મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવતા ખાનગી રાહે બાતમી મેળવી આ શખ્સને તેના ઘર પાસેથી પકડી ચીફ જ્યુડી. મેજી. કોર્ટમાં રજુ કરેલ છે.

જ્યારે અન્ય એક કેસમાં એલસીબી પીઆઇ એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગઢવી તથા ટીમ દ્રારા ટેકનિકલ રીસોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા જાણવા મળેલ કે, રાણાવાવ પો.સ્ટે. માં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો છેલ્લા 11 વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ વોન્ટેડ આરોપી આરમ પુનસિંહ બામનીયા રહે. છોટી ઉતીગામ, તા.જોબટ જી.અલીરાજપુર વાળો અમરેલી જિલ્લાના દડવા ગામ ખાતે મજુરી કામ કરે છે જે હકિકત આધારે ટીમ દ્રારા આ આરોપીને પકડી પૂછપરછ અર્થે પોરબંદર એલ.સી.બી. ઓફીસ લાવી ઉંડાણપુર્વક પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો