તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી ઉજવણ:વિસાવાડા ગામે સામસામે છાણાં ફેંકીને ધૂળેટીના તહેવારની અનોખી ઉજવણી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામસામે છાણાંના ઘા કરીને ગામલોકો પોતાના જૂના મનદુ:ખને ભૂલી જાય છે

પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના ગામલોકો વર્ષોથી પરંપરા મુજબ કંઇક અલગ રીતે જ ધૂળેટીનો ઉત્સવ ઉજવે છે, જેમાં ગામલોકો પોતાના જુના મનદુ:ખને ભૂલવા માટે સામસામે છાંણા ફેંકે છે.પોરબંદર સહિત સમગ્ર ભારત દેશમાં હોળી અને ધૂળેટીનો તહેવાર રંગોરોગાન સાથે ઉજવવામાં આવે છે, ત્યારે પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે વર્ષો જુની પરંપરાને અનુસરીને ગામલોકો ધૂળેટીનો તહેવાર કંઇક અલગ રીતે જ ઉજવે છે.

હોળી પછીના દિવસને પડવા તરીકે વિસાવાડા ગામના લોકો ઉજવે છે જેમાં ગામના ચોકમાં ગ્રામજનો એકઠા થાય છે અને સામસામે છાંણા ફેંકીને ધૂળેટી-પડવાના તહેવારને ઉજવે છે. આ ઉજવણીમાં આસપાસના ગામલોકો પણ મોટી સંખ્યામાં જોડાઇ છે અને પોતાના જુના મનદુ:ખ અને વેરઝૈરને ભૂલવા માટે લોકો સામસામે છાંણાના ઘા ફેંકીને ઉત્સવને ઉજવે છે. આ વખતે પણ છાણાં ફેંકી આ ઉત્સવ ઉજવાયો હતો, પરંતુ આ વખતે કોરોનાને લીધે ઓછી સંખ્યામાં ગ્રામજનોએ આ અનોખા ઉજવણામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો