અનોખી સિદ્ધિ:પોરબંદરની પોણા બે વર્ષની બાળકી 1 મિનીટમાં 33 ફ્લેશકાર્ડ બોલી શકે છે, વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યું

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ગીનીશ બુકમાં 1 મિનિટમાં 21 ફ્લેશકાર્ડ બોલવાનો રેકોર્ડ છે

પોરબંદરની પોણા બે વર્ષની બાળકી 1 મિનિટમાં કડકડાટ 33 ફ્લેશકાર્ડ જોઈને બોલી શકે છે. તેમના વાલીએ વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યું છે. પોરબંદરમાં રહેતા ગૌરવભાઈ પાબારીની પોણા બે વર્ષની બાળકી નિવા 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ જોઈએ બોલી શકે છે. નિવાના વાલીએ જણાવ્યું હતું કે, 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ જોઈને બોલવું તે બાળકીની સિદ્ધિ કહી શકાય. આ અંગેનો રેકોર્ડ છે. અગાવ ગીનીશ બુકમાં 1 મિનિટમાં 18 ક્લેશકાર્ડ બોલવાનો અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં 1 મિનિટમાં 21 ફ્લેશકાર્ડ બોલવાનો રેકોર્ડ છે જે 1 વર્ષ અને 9 માસ તેમજ 1 વર્ષ અને 10 માસના બાળકે બનાવ્યો છે

જ્યારે નિવા 1 વર્ષ અને 7 માસની છે અને 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ બોલે છે જે બાબત ગૌરવની વાત કહેવાય. આ અંગેનો એક વિડિઓ બનાવ્યો છે અને લીમકા, ગીનીશ બુક, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નિવાના વિડિઓ મોકલી એપ્લાય કર્યું છે. નિવા નામની બાળકી રેકોર્ડ બનાવશે જેથી નાની ઉંમરની આ બાળકી જિલ્લાનું નામ રોશન કરશે તેવી તેમના વાલીઓએ આશા વ્યક્ત કરી છે.

રમત રમતમાં બાળકી ફ્લેશકાર્ડ બોલતા શીખી
નિવા ના મમ્મી જાનકીબેને જણાવ્યું હતું કે નિવા જ્યારે 6 માસની હતી ત્યારે તેમને ફ્લેશકાર્ડ બતાવતા હતા અને સમજાવતા હતા. આ બાળકી હાલ કડકડાટ ફ્લેશકાર્ડને જોઈને ચિત્રના નામ બોલે છે. નાની બાળકીને કોઈ તાલીમ આપી નથી. આ એક ગોડ ગિફ્ટ કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...