તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટથી વિદેશી દારૂના 560 બોક્સ સાથે ટ્રક ઝડપાયો

પોરબંદર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રક સહિત રૂ. 30,22,500ના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો

પોરબંદર જિલ્લા માંથી દારૂ,જુગારની બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્વયે કુતિયાણા પોલીસ મથકના પીએસઆઇ કે.એસ.ગરચર તથા સ્ટાફના માણસો સાથે ચૌટા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ચૌટા તરફથી એક શંકાસ્પદ બંધ બોડીનો MH-46 AF-15412 નંબરનો ટ્રક આવતા શંકા જતા તેને રોકી ચેક કરતા ટ્રકમાં માંથી વિદેશી દારૂની 6720 નંગ બોટલો ભરેલ 560 બોક્સ મળી આવ્યા હતા.

જેથી ટ્રક ચાલક આરોપી હનુમાનરામ સુખારામ બિશ્નોઇ રહે. રાણાસરકલન ગામ તા. ગુડામાલાણી જી. બાડમેર જી. રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો અને ટ્રક, મોબાઈલ નંગ 3 સહિત કુલ રૂ. 30,22,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પુરછપરછ કરતા રાજસ્થાનના જયપુર ગામનો પ્રકાશ ચૌધરી નામના શખ્સે હરીયાણા ના લેવાણી ભીવાળીગામ મુકામે થી આ દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે તેમની વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે પોરબંદર જિલ્લાની ચૂંટણી સમયે જ આ દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. આ દારૂનો જંગી જથ્થો કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો