તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પોરબંદર જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ફેરબદલી કેમ્પ યોજાયો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 59 જગ્યા ખાલી હતી, 24 જગ્યા ભરવાની હતી, 34 શિક્ષકોને બોલાવાયા હતા

પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લામાં શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતો. પોરબંદર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 મા કુલ 59 જગ્યા ખાલી હતી અને 24 જગ્યા ભરવાની થતી હતી. આ માટે 34 શિક્ષકોને બોલાવ્યા હતા. તેમાંથી માત્ર 7 શિક્ષકોએ શાળા પસંદ કરેલ છે. ધોરણ 6 થી 8 માં ગણિતમાં 10 જગ્યા ખાલી હતી અને 4 જગ્યા ભરવાની હતી.

આ માટે 6 શિક્ષકોને બોલવેલ હતા. 2 શિક્ષકોએ શાળા પસંદ કરેલ છે. ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન માં 29 જગ્યા ખાલી હતી અને 11 જગ્યા ભરવાની હતી. આ માટે 11 શિક્ષકોને બોલવેલ હતા. 9 શિક્ષકોએ શાળા પસંદ કરેલ છે. ભાષામાં સમગ્ર જિલ્લામાં 5 શિક્ષકો વધમાં છે. કેમ્પને સફળ બનાવવા HTAT દિપક પાઠક અને બી.આર.સી.કો.ઓ. પરેશભાઈએ જહેમત ઉઠાવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...