તાલીમનું આયોજન:સુદામાપુરી આત્મનિર્ભર ગૃહ ઉદ્યોગ સંસ્થાપન દ્વારા તાલીમ વર્ગ યોજાશે

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 28 જુલાઇથી ત્રણ દિવસ સુધી તાલીમનું આયોજન કરાયું
  • ભાવનગરના ગૃહ ઉદ્યોગની વિવિધ વસ્તુનું પ્રદર્શન તથા વેચાણ કરાશે

પોરબંદરમાં સુદામાપુરી આત્મનિર્ભર મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થાપન દ્વારા મહિલાઓ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાઇ આજીવીકા મેળવી આત્મનિર્ભર બને તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. સેવાભાવી અગ્રણી પદુભાઇ રાયચુરા તથા ભરતભાઇ માખેચાના માર્ગદર્શન હેઠળ સુદામાપુરી આત્મનિર્ભર ગૃહ ઉદ્યોગ સંસ્થાપન નામની સંસ્થા દ્વારા અવાર નવાર મહિલાઓના લાભાર્થે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાય છે.

થોડા સમય પહેલા તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો અને જેમાં મહિલાઓને ગૃહ ઉદ્યોગ અંગે તેમજ સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહે તે માટે માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ ભાવનગરના ગૃહ ઉદ્યોગોની ગામડાઓની બહેનોને કાચો માલ આપી અનેક વસ્તુઓ ઉત્પાદિત કર્યા બાદ તેમનું વળતર આપવામાં આવે છે ત્યારે ભાવનગરના તાલીમ આપતા નિષ્ણાંતોની ટીમ યોજનાર તાલીમ વર્ગમાં રજીસ્ટર કરાવેલ બહેનોને માર્ગદર્શન આપશે.

તાલીમ વર્ગ સાથે ભાવનગરના ગૃહઉદ્યોગની વિવિધ વસ્તુનું પ્રદર્શન તથા વેચાણ કરાશે. આગામી તા. 28 થી 30 જુલાઇના બપોરે 7 વાગ્યા દરમિયાન ગૃહઉદ્યોગ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...