યોગ કેન્દ્ર:પોરબંદર શહેરમાં યોગ ટ્રેનરોની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાયો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 માસની તાલીમ બાદ ટ્રેનરો યોગ કેન્દ્ર શરૂ કરી શકશે

પોરબંદરમાં યોગ ટ્રેનરોની પ્રશિક્ષણ શિબિરનો ગોઢાણિયા કોલેજમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જનજન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય, નાગરિકો યોગમય બને યોગમાં ભારત દેશ વિશ્વ ગુરુ બને તેવા આશયથી યોગબોર્ડ આ કાર્ય કરી રહ્યું છે. વિશ્વ આજે જ્યારે ભાગદોડની વૈભવી જીવનશૈલીના કારણે તણાવ પૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

ત્યારે માનસિક શાંતિ માટે સમગ્ર વિશ્વ યોગ તરફ આકર્ષાયુ છે. અને યોગને અપનાવી રહ્યું છે, ત્યારે પોરબંદરની ડોક્ટર વી આર ગોઢાણીયા યોગ કોલેજના ભરતમુનિ રંગમંચ ખાતે યોગ ટ્રેનોરોની એક માસની યોગ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યોગા કોલેજના ડાયરેક્ટર જીવાભાઈ ખુટીએ વિગતો આપતા જણાવ્યું હતું કે યોગ ટ્રેનરોએ એક માસની તાલીમ લીધા બાદ યોગ કેન્દ્ર શરૂ કરી શકશે.

20 સાધકોને યોગ તાલીમ આપનારને યોગ બોર્ડ દ્વારા 3000 રૂપિયા આપવામાં આવશે. આ તકે ગોઢાણીયા યોગ કોલેજના પ્રશિક્ષકોએ વિવિધ યોગાસનો પ્રસ્તુત કરીને દેશ વિદેશમાં એક વર્ષના ડિપ્લોમા અભ્યાસ ક્રમ બાદ નોકરી માટેની ઉજવળ તકોની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...