તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનારસીકરણ:જિલ્લામાં કુલ 93680 વ્યક્તિને વેક્સિન અપાઈ

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં વધુ 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ : રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં સિવીલ હોસ્પિટલના RMO સંક્રમિત થયા
 • પોરબંદર જિલ્લામાં કોરોનાની વેક્સિન આપવાની કામગીરી વધુ વેગવંતી બનાવાઇ : સુપર સ્પ્રેડરને વેક્સિન આપવાનું શરૂ

પોરબંદર જિલ્લામાં કુલ 93680 વ્યક્તિઓને કોરોના વેકશીન અપાઈ છે.

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સામે રક્ષણ આપતી કોરોના પ્રતિરોધક વેકશીન આપવાની કામગીરી પોરબંદર જિલ્લામાં તા. 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કે હેલ્થ વર્કરોને વેકશીન આપવામાં આવી હતી અને બાદ બીજા તબક્કે ફ્રન્ટલાઈન વર્કરોને વેકશીન આપવાની શરૂ કરવા આવી હતી.

બાદ જિલ્લામાં વેકશીન કામગીરી વેગવંતી બનાવવામાં આવી હતી અને 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને તેમજ 45 થી 59 વર્ષના બીમાર વ્યક્તિઓને વેકશીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ દરમ્યાન જે વ્યક્તિઓએ વેકશીનનો પ્રથમ ડોઝ લીધો હતો તેને 28 દિવસ બાદ વેકશીનનો બીજો ડોઝ આપવાનો કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

બાદમાં 45 થી વધુ ઉંમરના બીમાર ન હોય તેવા લોકોને પણ વેકશીન આપવાની કામગીરી વેગવંતી બની છે. હાલ પોરબંદર જિલ્લામાં વેકશીન આપવાની કામગીરી વધુ વેગવંતી બનાવી છે અને મેગા વેકશીન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ 90થી વધુ વેકશીન કેન્દ્ર ખાતે વેકશીન આપવામાં આવી રહી છે.

જેમાં વિવિધ જ્ઞાતિની વાડીઓ ખાતે પણ વેકશીન કેન્દ્ર ખાતે વેકશીન આપવામાં આવી રહી છે. હાલ કોર્ટના તમામ ન્યાયાધીશ, કોર્ટોનો સ્ટાફ, પીજીવીસીએલ કર્મીઓ, પોસ્ટ ઓફિસના કર્મી, રેલવે કર્મી, એસટી કર્મીઓને વેકશીન આપવાનો શરૂઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લોકો સાથે સતત સંપર્કમાં આવતા સુપર સ્પ્રેડરોને પણ વેકશીન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 93680 વેકશીનના ડોઝ અપાઈ ચુક્યા છે. જેમાં 82983 વેકશીનના પ્રથમ ડોઝ અને 10697 બીજો ડોઝ અપાયો છે. હાલ એકદિવસમાં 7 થી 8 હજાર વ્યક્તિઓને વેકશીન આપવામાં આવી રહી છે. વેકશીનના 20 હજાર જેટલા ડોઝનો સ્ટોક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો