બોર્ડની પરીક્ષા:બોર્ડની પરીક્ષામાં પાંચમા દિવસે કુલ 59 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં એક પણ કોપી કેસ નહીં
  • શાંતિપુર્ણ વાતાવરણમાં 4184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

બોર્ડની પરીક્ષામાં પાંચમા દિવસે કુલ 59 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. એકપણ કોપી કેસ નોંધાયો નથી. શાંતિપુર્ણ વાતાવરણમાં 4184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પાંચમા દિવસે ધોરણ 10ના પેપરમાં રજા હતી. જ્યારે સવારે ધોરણ 12માં ભૂગોળના પેપરમાં કુલ નોંધાયેલ 1659 વિદ્યાર્થી માંથી 39 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને 1620 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ 12 સાયન્સના પેપરમાં નોંધાયેલ 273 વિદ્યાર્થીઓ માંથી 3 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને 270 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહના એસપી વાણિજ્ય વ્યવસ્થા ના પેપરમાં નોંધાયેલ 2311 વિદ્યાર્થી માંથી 17 ગેરહાજર રહ્યા હતા અને 2294 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આમ ધોરણ 12માં કુલ 59 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 4184 વિદ્યાર્થીઓએ શાંતિપુર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષામાં પોરબંદર જિલ્લામાં પાંચમા દિવસે એકપણ કોપી કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...