જિલ્લાના કુલ 5388 ગરીબ લોકોને NFSA માં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે સમૃદ્ધ પરિવારોના 2778 લોકોને NFSA માંથી દૂર કરાયા છે. ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ હેઠળની જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી તથા મામલતદાર કચેરી દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાજના નબળા વર્ગ જેવા કે અશક્ત, વિધવા, બિમાર, દાવા અરજી કરનાર ગરીબ પરિવાર, મજુર પરીવાર જેવા પરીવારોનો સર્વે કરવામાં આવ્યો હતો,
જે અંતર્ગત છેલ્લા ત્રણ માસમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને સર્વે કરવામાં આવ્યો હતો તથા હાથ ધરાયેલ સર્વે પર કમિટીની બેઠક બોલાવી પોરબંદર તાલુકાના 4825 રાણાવાવ તાલુકાના 134 તથા કુતિયાણા તાલુકાના 430 એમ કુલ 5388 જેટલા વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવા સમાવેશ કરાયેલ છે. તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત સમાવેશ થયેલ છે. આ પરિવાર જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે વાજબી ભાવની દુકાન પરથી વ્યક્તિદીઠ 5 કિ.ગ્રા.અનાજ મેળવી શકે છે.
ઉપરાંત સમૃદ્ધ પરીવાર, નોકરી કરતા તેમજ આર.ટી.ઓ.કચેરી ખાતેથી ફોર વ્હિલ ધરાવતા વ્યક્તિઓની યાદી મેળવી આવા 2778 વ્યક્તિઓને NFSA માંથી દૂર કરવામાં આવેલ છે. જેથી જરૂરિયાતમંદ પરીવારોને લાભ આપી શકાય તેવું જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.