• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • A Total Of 5360 Applications Were Received In The Municipality, 15900 Applications Were Received In The Service Bridge Held In Rural Areas

સેવાસેતુ કાર્યક્રમ:પાલિકામાં કુલ 5360 અરજીઓ, ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલ સેવાસેતુમાં 15900 અરજીઓ આવી હતી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંતરીયાળ ગામડાઓમા મોબાઇલ વાન દ્વારા નાગરિકોને સરકારી સેવા મળી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના વ્યક્તિલક્ષી પ્રશ્નોના નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા પાલિકા વિસ્તારમા કુલ 5360 અરજીઓ આવી હતી. ગ્રામિણ વિસ્તારોમા 15900 અરજીઓ આવી હતી. આમ પોરબંદર જિલ્લામા કુલ 21260 અરજીઓ આવી હતી. જે 100 ટકા અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામા આવ્યો હોવાનું માહિતી વિભાગે જણાવ્યું હતું.

આ ઉપરાંત અંતરિયાળ તથા છેવાડાના વિસ્તારોમા મોબાઇલ વાન દ્રારા નાગરિકોને સેવા પુરી પાડવામા આવી હતી. પોરબંદર પાલિકા વિસ્તારમા 2791 અરજીઓ, રાણાવાવ પાલિકા વિસ્તારમા 1638 અરજીઓ તથા કુતિયાણા પાલિકા વિસ્તારમા 931 અરજીઓ આમ સેવાસેતુ કાર્યક્રમમા લોકો દ્રારા 5360 અરજીઓ રજુ કરવામા આવી હતી.

આ ઉપરાંત પોરબંદર ગ્રામ્ય વિસ્તારમા 7547 અરજી, રાણાવાવ ગ્રામ્ય વિસ્તારમા 5241 અરજીઓ તથા કુતિયાણા ગ્રામ્ય વિસ્તારમા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમોમા 3112 અરજીઓ લોકો દ્રારા રજુ કરાઇ હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા 15900 અરજી રજુ કરાઇ હતી. આમ પોરબંદર જિલ્લામા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમોમા લોકો દ્રારા 21260 અરજીઓ રજુ કરાઇ હતી જે તમામ અરજીઓનો પરિણામલક્ષી નિકાલ કરાયો હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...