પોરબંદર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ચીલજડપના બનાવો બન્યા હતા, તેમાં કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક એમ કુલ 3 બનાવોની ફરિયાદો નોંધાયેલ હતી. આ ફરિયાદોના અનુસંધાને પોરબંદર પોલીસે ચીલજડપના ગુન્હા આચારતી ગેંગને પકડી પાડી હતી અને આ ગેંગના સાગરીતોને સમયાંતરે કોર્ટમાં રજૂ કરેલ હતા. આ ગેંગના સાગરીતો પૈકીના ઈરફાન ઈકબાલ રૂંજા તથા અકીલ નિશાર શેખ દ્વારા તેઓના એડવોકેટ અકબર સેલોત મારફતે નામદાર ચીફ કોર્ટમાં જુદ્દી-જુદી ત્રણ જામીન અરજીઓ કરેલ હતી.
આ જામીન અરજીઓના સમર્થન એવી દલીલ રજૂઆત કરી હતી કે, ફરિયાદોમાં અમારું ક્યાયં નામ આપવામાં આવેલ નથી. અમારી ઉંમર પણ નાની છે, આવો આક્ષેપ વાળો કોઈ ગુન્હો આરોપીઓએ કરેલ નથી, અમોને ખોટી રીતે અનડિડેક્ટ ગુન્હાનાં કામે સંડોવી દીધેલ છે અને સજાની જોગવાઈ ધ્યાને લઈ અમોને જામીન મુક્ત કરવા નામદાર કોર્ટમાં દલીલ કરેલ હતી.
જેથી નામદાર ચીફ કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો રજૂઆતો ધ્યાને લઈ આ ગેંગના સાગરીતો પૈકીના ઈરફાન ઈકબાલ રૂંજા તથા અકીલ નિશાર શેખના જ્યુડિ મેજીસ્ટ્રેડ કોર્ટના જજ સાહેબએ શરતોને આધીન જામીન મૃક્ત કરવા હુકમ કરેલ હતો. આ કામે આરોપીઓ તરફે પોરબંદરના યુવા એડવોકેટ અકબર સેલોત,સાહિલ મલેક,હામીદ રાવડા રોકાયાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.