યોજના:જિલ્લામાં કુલ 2857 દિકરીઓને વ્હાલી દિકરી યોજનાનો લાભ મળ્યો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓ વધુ શિક્ષિત થાય તેમજ શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો છે
  • 2 લાખ સુધીની આવક મર્યાદાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના લાભ મેળવી શકે છે

રાજ્ય સરકાર દ્વારા દીકરીઓનાં ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેમાંની એક યોજના વ્હાલી દીકરી યોજના છે. પોરબંદર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ 2857 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાથી લાભાર્થી દીકરીનો પરિવાર ચિંતામુક્ત બન્યા છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત પણ ઘણા ખરા લાભાર્થીઓને યોજના સહાય આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વ્હાલી દીકરી યોજના અંતર્ગત યોજનાની શરૂઆતમાં કુટુંબની બે દીકરીઓને લાભ આપવામાં આવતો તો પરંતુ સરકારે ત્રીજી દીકરીને પણ આ યોજનાના લાભમા સમાવેશ કર્યો છે.

આ યોજના અંતર્ગત દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 4હજાર સહાય આપવામાં આવે છે. જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 6 હજાર સહાય આપવામાં આવે છે અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂ.1 લાખ એમ કુલ રૂ.1 લાખ 10 હજાર સહાય મળવાપાત્ર થાય છે. રૂ.2 લાખ સુધીની આવક મર્યાદાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના લાભ મેળવી શકે છે. દીકરીઓ વધુ શિક્ષિત થાય તેમજ શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા દીકરીઓની જન્મ પ્રમાણ વધે અને સમાજમાં સ્ત્રી સશકિતકરણની દિશામાં નોંધપાત્ર સુધારો થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...