પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાયેલ લોકમેળો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમન્વય ધરાવતો હોવાથી ગુજરાત સહિત જુદા-જુદા રાજ્યોમાથી હજારો પ્રવાસીઓ આ મેળામાં આવતા હોય છે. જેથી તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે 200 જેટલા ડોકટર્સ, નર્સ સહિત મેડીકલ સ્ટાફ મેળામા ખડેપગે ફરજ બજાવી છે. જેમા ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર્સ, મેડીકલ ઓફીસર સહિત આર.બી.એસ.કેની જુદી-જુદી ટીમ, સહિત ડોકટર્સની ટીમ જુદા જુદા રુટ પર ફરજ બજાવી હતી.
ઉપરાંતમા આ હેલ્થ કર્મીઓએ કલાકારો, સ્ટોલ ધારકોને પણ જો જરૂર પડે તો તાત્કાલિક સારવાર મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવુ જણાવ્યુ હતુ. આ અંગે મેડીકલ ઓફિસર ડો. વિક્રમભાઇ મોઢવાડીયાએ કહ્યુ કે, મેળામાં આવતા કોઇ યાત્રીકો, કલાકારો કે મહાનુભાવોની તબિયત લથડે તો તેઓને સારવાર આપવા માટે અમારી ટીમ મેળામાં ફરજબધ્ધ હતી. જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા કલાકારોનું આર ટી પી સી આર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક સારવાર, દવા, ડાયાબીટીસ, બીપીની તપાસ સહિત મેળામા આવતા પ્રવાસીઓનુ સ્વાથ્ય જળવાઇ રહે તે માટે અમે ખડેપગે તૈનાત હતા. માધવપુરનો મેળો ઉત્તર પૂર્વ તથા પશ્રિમ સંસ્કૃતિક સમન્વયનો મેળો છે. ત્યારે હજારોની સંખ્યામાં આવતા યાત્રીકો માટે પોરબંદર જિલ્લા સહિતની મેડીકલ ટીમ આ મેળામાં ફરજ બજાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.