181 'અભયમ'ની સરાહનીય કામગીરી:પોરબંદરની 181 અભયમની ટીમે ભાવનગરનાં ભૂલાં પડેલાં મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની 181 અભયમની ટીમે ઉત્કૃષ્ટ ફરજ બજાવીને ભાવનગર જિલ્લાથી આવીને રાણાવાવ ભુલા પડેલા એક મહિલાનું પરિવાર સાથે મીલન કરાવ્યું છે. ગત તા. 2ના રોજ રાત્રે 8:30 વાગ્યે પોરબંદરના રાણાવાવ તાલુકામાંથી જાગૃત નાગરીકે 181 નંબર પર ફોન કરી જણાવ્યું હતું કે, કોઈ મહિલા રસ્તો ભુલી રાણાવાવ બસ સ્ટેશન પાસે આવ્યા છે અને તેમને મદદની જરૂર છે. તેથી પોરબંદર અભયમ 181ની ટીમે તુરંત સ્થળ પર પહોંચીને મહિલાને આશ્વાસન આપી કાઉન્સેલિંગ કરતાં ખ્યાલ આવ્યો કે મહિલા ભાવનગર જિલ્લાના સીદસર ગામના છે તથા અમાસના મેળામાં જવાનું કહી ઘરેથી નીકળી ગયેલા અને મેળામાંથી એક સંઘ દ્વારકા દર્શન માટે પગપાળા માટે જતો હતો તેમની સાથે પગપાળા દ્વારકા દર્શન માટે પહોંચતા મહિલા સંઘથી છુટા પડી ગયા હતા અને એકલા ચાલતા ચાલતા મહિલા પોરબંદરના રાણાવાવ પહોંચ્યા હતા.

પરિવારજનોએ અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો
181ની ટીમે ભાવનગરમાં ઘણા લોકોના સંપર્ક બાદ ગામના એક આગેવાનનો સંપર્ક થતા આગેવાને મહિલાના પરિવાર સાથે વાત કરાવી હતી. 181ની ટીમે પરિવારજનોને ભૂલા પડેલાં મહિલા સલામત હોવાની ખાતરી આપી મહિલાની પરિવારજનો સાથે વાત કરાવી હતી. પરિવારજનો ભાવનગરથી પોરબંદર સવારે પહોંચે ત્યાં સુધી મહિલાને આરામ કરવા OSC પોરબંદરમાં આશ્રય અપાવી બીજા દિવસે પતિ તથા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ તકે મહિલા તથા તેમના પરિવારજનોએ 181 અભયમની ટીમ તથા મદદ કરનાર જાગૃત નાગરિકનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...