સારવાર:આદીપરામાં રહેતા પ્રસૂતાની માર્ગ વચ્ચે 108ની ટીમે નોર્મલ ડિલિવરી કરાવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમય સૂચકતાને ધ્યાને લઇ 108ની ટીમે નોર્મલ ડીલીવરી કરાવી માતા-પુત્રનો જીવ બચાવ્યો

પોરબંદરમાં 108ની ટીમ દ્વારા અવારનવાર પ્રશંસનીય કામગીરી કરી માનવ જિંદગી જોખમાતી બચાવવા અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે વધુ એક વખત 108ની ટીમે પ્રસૂતિ દરમિયાન માતા અને પુત્ર બંનેનો જીવ બચાવ્યો છે. પોરબંદરના આદીપરાના કાજાવદરી વાડી વિસ્તારમાં ખાણમાં મજૂરીકામ કરતા મધુબેન રણજીતભાઈ નામના પ્રસૂતાને પ્રસુતિની પીડા ઊપડી હતી, જેથી આ મહિલાને હોસ્પિટલમાં લઈ જવા માટે 108ને જાણ કરવામાં આવી હતી. અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.

પ્રસૂતાને પ્રસુતિની વધુ પીડા ઉપડતાં 108ની ટીમે સમય શુચકતાને ધ્યાને લઇ માર્ગ વચ્ચે નોર્મલ ડીલીવરી કરાવી હતી. 108 ની ટીમ દ્વારા પ્રસૂતાને નોર્મલ ડિલિવરી કરાવી માતા અને પુત્ર બંનેનો જીવ બચાવ્યો છે. અને વધુ સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે .આમ 108ની ટીમના હિતેશકુમાર મુછાળ, પાયલોટ કમલેશ બારીયા સહિતને માતા પુત્રીનો જીવ બચાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...