તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:વડાળા વાડી વિસ્તારમાં સગર્ભાને ઘરે 108ની ટીમે ડિલિવરી કરાવી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડવાણા 108 ટીમે માતા પુત્રનો જીવ બચાવ્યો

વડાળા ગામે અંતરિયાળ વાડી વિસ્તારમાં મજૂરી કરતા મીરાબેન દલુભાઈ નામની 28 વર્ષીય પ્રસૂતા ને પ્રસુતિની પીડા ઉપડતાં આ મહિલા દર્દીને તાત્કાલિક પ્રસૂતિ માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

મહિલા ને વધુ દુખાવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સનાં ઈ.એમ.ટી. હિરેન નંદાણીયાએ ઘરે સ્થિતિ ચકાસતા ખ્યાલ આવ્યો કે પ્રસૂતિ ઘરે જ કરાવવી પડશે ,જેથી સમય સૂચકતા સાચવીને આ મહિલા દર્દીને ઘરે જ ડિલિવરી કરાવાઈ હતી અને માતા બાળક ને સારવાર આપી હતી.

108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે અડવાનાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ લઈ જવામાં પાઇલટ રામભાઈ કારાવદરાએ સમયને ધ્યાનમાં રાખી ને તુરંત હોસ્પિટલે 108 એમ્બ્યુલન્સ પહોંચાડેલ હતી અને જતાં જતાં એમ્બ્યુલન્સમાં જ હિરેન નંદાણીયા દ્વારા યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવતા માતા પુત્રનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...