સર્વે:પોરબંદરમાં શાળાએ ન જતા 6 થી 18 વર્ષના બાળકોનો સર્વે હાથ ધરાયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇપણ બાળક શિક્ષણથી વંચીત ન રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આયોજન હાથ ધરાયું

પોરબંદર જિલ્લામાં 6 થી 18 વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓ તેમજ શહેરી વિસ્તાર અને છેવાડાના વિસ્તારોમાં ધોરણ 12 સુધી શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યા વગર અધવચ્ચે જે બાળકોએ શાળા છોડી દીધેલ હોય તે અંગેની જાણ કરવા જણાવવામાં આવ્યું છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ આ સર્વેનું કામ કરવામાં આવી રહ્યું છે.

જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે 6 વર્ષથી લઇને 18 વર્ષ સુધીના શાળા બહારના, કદી શાળએ ન ગયેલ હોય અને ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ મેળવેલ નથી તેવા તેમજ ધો. 12 સુધીના શિક્ષણકાર્યમાં અધવચ્ચે શાળા છોડી દીધેલ હોય તેવા બાળકો કોઇપણ વ્યક્તિના ધ્યાને આવે તો જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ મારફત આ કામગીરીનું આયોજન આગામી તા. 31 જાન્યુઆરી સુધી કરાયું છે.

બાળક શિક્ષણથી વંચીત ન રહી જાય તેવા આશયથી આ સર્વે હાથ ધરાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કોઇપણ વિસ્તારની શાળા બહારના અથવા ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતના બાળકો મળી આવે તો જાહેર જનતાને આ કામગીરીમાં સહભાગી થવા જણાવાયું હતું. નજીકની સરકારી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા તાલુકા કક્ષાના બી.આર.સી. ભવનને જાણ કરવા અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...