તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યાત્રિકોની સુવિધાઓને ધ્યાને લઇ રેલવે વિભાગ દ્વારા પોરબંદર-સિકંદરાબાદ વચ્ચે આગામી 23 ફેબ્રુઆરીથી સાપ્તાહિક વિશેષ ટ્રેનનું આયોજન કરાયું છે. જેની ટિકિટ બુકિંગ 20 ફેબ્રુઆરી, 2021 થી કરી શકાશે. ટ્રેન નંબર 09204 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક સ્પેશિયલ પોરબંદરથી 23 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવારે 00:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08.20 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ-પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ તા.24 ફેબ્રુઆરી, 2021 થી દર બુધવારે સિકંદરાબાદથી 15:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 22.05 વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેન રૂટમાં, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જં., પૂણે, દૌંડ જં., સોલાપુર જંકશન, કલબુર્ગી, વાડી, તંદૂર અને બેગમપેટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનનું બુકિંગ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર 20 ફેબ્રુઆરી, 2021 થી શરૂ થશે. યાત્રી ઉપરોક્ત વિશેષ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.