તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર-શાલીમર-પોરબંદર વચ્ચે ખાસ પાર્સલ ટ્રેનને આગામી ૩૦ માર્ચ સુધી દોડાવવાનો મહત્વનો નિર્ણય પશ્ચિમ રેલ્વે તંત્રએ કર્યો છે.દેશભરમાં ચાલી રહેલા કોરોના મહામારીકાળ દરમ્યાન દેશના કોઇ સ્થળે આવશ્યક એવી પ્રાથમિક જરૂરીયાતોની ચીજ-વસ્તુઓની અછત ઊભી ન થાય અને પાર્સલ ટ્રેનો મારફત દેશના દરેક ખૂણે આવશ્ય ચીજ-વસ્તુઓનું પરિવહન સરળતાથી કરવા રેલ્વે તંત્ર દ્વારા ખાસ પાર્સલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યુ હતુ ત્યારથી રેલ્વે તંત્ર દ્વારા ખાસ પાર્સલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
જેમાં પોરબંદર-શાલીમાર વચ્ચે દોડતી ખાસ પાર્સલ ટ્રેન હવે આગામી ૩૦મી માર્ચ, ૨૦૨૧ સુધી દોડાવવામાં આવશે તેવો અતિ મહત્વનો નિર્ણય પશ્ચિમ રેલ્વેના તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પોરબંદર-શાલીમાર ખાસ પાર્સલ ટ્રેન નં.-૦૦૯૧૩ પોરબંદરના સ્ટેશન ખાતેથી દર મંગળ, ગુરૂ અને શનિવારના રોજ સવારે ૬:૦૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે શાલીમાર સ્ટેશન ખાતે સવારે ૬:૩૦ કલાકે પહોંચશે. તેવી જ રીતે શાલીમાર-પોરબંદર ખાસ પાર્સલ ટ્રેન નં.-૦૦૯૧૪ શાલીમાર સ્ટેશન ખાતેથી દર ગુરૂ, શનિ અને સોમવારના રોજ રાત્રીના ૮:૨૫ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે પોરબંદર સ્ટેશન ખાતે રાત્રીના ૮:૦૦ કલાકે આવી પહોંચશે.
આ ટ્રેનના રૂટમાં આવતા બન્ને તરફના સ્ટેશનો જેવા કે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડગપુર જંકશન, પાંશકુડ઼ા જં. અને મેચેદા જેવા બન્ને તરફના સ્ટેશનો પર આ ખાસ પાર્સલ ટ્રેન રોકાશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.