તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:7માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે 810 હેડ પોસ્ટ ઓફિસમાં વિશેષ રદ્દ સ્ટેમ્પ રજુ કરવામાં આવશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

21મી જુન-2021 ના દિવસે ભારતીય ટપાલ વિભાગ વિશ્વ યોગ દિવસના ઉદ્દેશ સાથે એક વિશેષ રદ સ્ટેમ્પને સમગ્ર ભારતની પ્રજા સમક્ષ અવગત કરાવવા જઈ રહ્યું છે. આ અનોખી ફેલ 2021 ના વર્ષનાં 7 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. ભારતીય ટપાલ વિભાગ તેની વિશેષ રદ સ્ટેમ્પ પોરબંદર સહિત ભારતની 810 હેડ પોસ્ટ ઓફિસો દ્વારા સમગ્ર ભારતમાં રજુ કરવા જઈ રહ્યું છે. 21મી જુન ના રોજ ભારતની તમામ હેડ પોસ્ટ ઓફિસોમાં એ દિવસે બુકિંગ થયેલ તમામ ટપાલોમાં આ વિશેષ રદ સ્ટેમ્પની છાપ લગાવશે.

આ વિશેષ રદ સ્ટેમ્પની આકૃતિમાં હિન્દી અને ઈંગ્લીશ બન્ને ભાષામાં લખાયેલા ગ્રાફિક સાથે રજુ થશે. આવા રદ્દ થયેલા સ્ટેમ્પ સંગ્રહ યોગ્ય હોય છે અને ફિલાટેલીક વિષયના અભ્યાસ અર્થે પણ ખુબ ઉપયોગી છે. કોઈ પણ વ્યક્તિ રૂ. 200 દ્વારા દેશની કોઈપણ હેડ પોસ્ટ ઓફિસમાં ફિલાટેલીક ડિપોઝીટ ખાતું સરળતાથી ખોલી શકે છે અને તેના દ્વારા વિવિધ પ્રકારના વિશેષ સ્ટેમ્પ અને કવર સરળતાથી મેળવી શકે છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...