આયોજન:પોરબંદરમાં 6 વર્ષના બાળકોથી લઇ વડીલો માટે ગાયન સ્પર્ધા યોજાશે

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા-જુદા વય જૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે. 6થી 14 વર્ષ સુધીના અને 15 થી 20વર્ષ સુધીના તેમજ 21 થી 60 વર્ષ સુધીના અને 60વર્ષથી ઉપરના વય જૂથમાં સ્પર્ધકો ભાગ લઇ શકશે. સ્પર્ધાની વીડિયો ક્લિપ તૈયાર કરી સ્પર્ધકની પૂરી વિગત સાથે 18 ડિસેમ્બર બપોરે 12 કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...