કાર્યવાહી:પોરબંદરના દુકાનદારને 15 રૂપિયાનો માવો 1000 માં પડ્યો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિર્તી મંદિર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માસ્ક ન પહેરી માવો ખાનારને દંડ ફટકાર્યો

પોરબંદરના દુકાનદારને 15 રૂપિયાનો માવો 1000 માં પડ્યો હતો. કીર્તિમંદિર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માસ્ક ન પહેરી માવો ખાનારને દંડ ફટકાર્યો હતો. સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારીના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાની મહામારી જાહેર કરી લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવી રહ્યું છે અને ભારત સરકાર દ્વારા સમયાંતરે દેશમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિધ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે.

જેના અનુસંધાને પોરબંદર શહેરમાં આવેલ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ આહીર તથા તેમના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન લીર્બટી પોલીસ લાઈન પાસે એક વ્યક્તિ માસ્ક ન પહેરી માવો ખાઈ રહ્યા હતા. આમ માસ્ક ન પહેરેલ હોય અને માવો ખાતા મળી આવ્યા હોવાથી તેઓને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા અંગે ફરજિયાત માસ્ક પહેરવા સૂચના આપી સરકારે અમલમાં મુકેલ દંડ 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...