તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમુદ્રી કાચબો મળ્યો:ચોપાટી પર બીમાર હાલતમાં 200 કિલોનું વજન ધરાવતો દરિયાઇ કાચબો મળ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો સારવાર માટે જાણ કરવાને બદલે ફોટા પાડવામાં મસ્ત રહ્યા, 2 યુવાને વનવિભાગને જાણ કરી

પોરબંદરની ચોપાટી પરથી બીમાર હાલતમાં સમુદ્રી કાચબો મળી આવ્યો હતો. લોકો સારવાર માટે જાણ કરવાને બદલે ફોટા પાડવામાં મસ્ત રહ્યા હતા. 2 યુવાનોએ વનવિભાગને જાણ કરી કાચબાને સારવાર અપાવી હતી. ચોપાટી પર દરિયા કિનારે ગઈકાલે સમવારે રાત્રે એક દોઢ ફૂટનો અંદાજે 200 કિલોનું વજન ધરાવતો સમુદ્રી કાચબો આવી ચડ્યો હતો. આ કાચબો બીમાર હતો અને બેભાન હોય તે રીતે પડ્યો હતો.

રાત્રીના સમયે પોરબંદરના સચિન અને તેનો ભાઈ મિલિંદ ગોહેલ ફરવા નીકળ્યા ત્યારે ભેખડ પર આ કાચબો નજરે ચડતા તેને તોએ કરતા આ કાચબાનો પગ નહિ હોવાનું જણાતા આ યુવાનોએ વનવિભાગ ટીમને જાણ કરી હતી. ટિમ આ કાચબાને સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લઈ ગઈ હતી જ્યાં આ કાચબાની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે.

અહીં જાણવા મળ્યું હતું કે આ કાચબાને જન્મથી જ જમણો પગ નથી જેથી તેને તરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. આ કાચબાને રંગબાઈ મંદિર નજીકના દરિયામાં તરતો મુકવામાં આવશે. જે યુવાનોને કાચબો મળી આવ્યો હતો તે યુવાનોએ જણાવ્યું હતું કે ત્યાં ઉભેલા વ્યક્તિઓએ જણાવ્યું હતું કે આ કાચબો બપોરથી અહીં છે.

લોકો માત્ર ફોટા વિડિઓ પાડી અને જતા રહેતા હતા. આ યુવાનોએ ઉમેર્યું હતું કે લોકોએ આ બીમાર કાચબાને સારવાર અપાવવા માટે વનવિભાગ નો સંપર્ક કરવો જોઈતો હતો પરંતુ લોકો ફોટા પાડવામાં મસ્ત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...