પોરબંદર નજીક આવેલ નગરપાલિકા સંચાલિત ઓડદર સ્થિત ગૌશાળા ખાતે તાજેતરમાં જ સિંહ દ્વારા ગૌશાળામાં ઘુસી ગાયો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ગૌધનના મોત નીપજ્યા છે, અને ગાયો ઇજાગ્રસ્ત બની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની ટીમે સ્થળ મુલાકાત કરી હતી. અને ગૌશાળામાં બે એલોજન લાઇટ તથા એક ટોર્ચ બતી આપવામાં આવી હતી.
આ બંને એલોર્જન લાઇટ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આપવામાં આવી હતી. અને ટોર્ચ બતી નિલેશભાઈ દ્વારા અપાય હતી. જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા દ્વારા ગૌશાળા ખાતે ઘટતી સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવી નગરપાલિકાના તંત્રને સુચના આપવામાં આવી છે.
ગૌશાળાની દિવાલ પર ફરતી સેફટી ફેન્સીંગ બનાવવાની કામગીરી માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. અને ગૌ માતાની રક્ષા માટે ઘટતી સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની સાથે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ભીમભાઇ ઓડેદરા, કેશુભાઈ પરમાર, પીન્ટુભાઇ ભાદ્રેચા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.