દારૂની હેરાફેરી:જાંબુવન ગુફા નજીકથી 50 લીટર દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ અને પોલીસે પીછો કરતા શખ્સો ચાલુ વાહનમાંથી કૂદી ગયા

પોરબંદર વનવિભાગના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ બરડા અમભ્યારણ્ય વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું અને વનવિભાગ ટીમ પરત આવતી હતી તે દરમ્યાન સવારે 5 વાગ્યાના અરસામાં જાબુંવન ગુફા નજીકના વિસ્તારમાં શંકાસ્પદ રીતે વાહન રસ્તા પર ચડી આવતા ટીમ અને પોલીસે આ વાહનનો પીછો કરતા રીક્ષા હોવાનું તથા રિક્ષામાં 2 શખ્સ હોવાનું ધ્યાને આવતા પીછો કરતા બન્ને શખ્સ ચાલુ વાહને કૂદી ને નાશી ગયા હતા અને રિક્ષાની તપાસ કરતા તેમાંથી 50 લીટર જેટલો દેશીદારૂ મળી આવ્યો હતો. બન્ને શખ્સની તપાસ કરતા આંટીનેશમાં રહેતા અશોક લખમણ ગુરગુટીયા અને આલા ભીમા ગુરગુટીયા હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...