તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોરબંદરમાં ઓછી સંખ્યા ધરાવતી શાળા મર્જ ન કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરાળ પ્રદેશ, નેસ વિસ્તાર હોવાથી શાળા મર્જ કરાશે તો વિદ્યાર્થીઓને અવરજવરમાં અગવડ પડશે

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન વનરાજભાઇ કારાવદરા દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લેખીત રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે ધો. 1 થી 8 માં અભ્યાસ કરતા પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીના વાલીઓ તથા ગામ આગેવાનો અને જીલ્લા પ્રાથિમક શિક્ષણ સંઘની શાળા મર્જ કરવાની નિર્ણય અંગેની રજૂઆતો આવે છે. ધો. 1 થી 5 માં 60 થી ઓછી સંખ્યા ધરાવતી શાળા તેમજ ધો. 6 થી 8 માં 45 થી ઓછી સંખ્યા ધરાવતી શાળા મર્જ કરવા સરકારની વિચારણા ચાલતી હોય જેથી સ્થાનિક પરિસ્થિતિનું નિરિક્ષણ કરી શાળ મર્જ કરવી જોઇએ.

પોરબંદર જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ વાડી વિસ્તાર તથા ડુંગરાળ વિસ્તારમાં આવેલ છે જેથી શાળા મર્જ કરાય તો વિદ્યાર્થીઓને દૂર સુધી જવામાં ભય સેવાઇ રહ્યો છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં માલધારીના બાળકોને પણ નદી, નાળા, પુલીયા અને જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડે છે. સરકારીની રાઇટ-ટુ-એજ્યકેશન એકટના કાયદા હેઠળ પછાત વર્ગના લોકોના બાળકોને ઘર થી નજીક શિક્ષણનો લાભ મળી રહે તે માટે સીમ શાળાઓ બનાવાઇ. પરંતુ હાલ બાળકોની સંખ્યા પુરતી ન થવાથી શાળાઓ બંધ કરવા આદેશ કરાય છે. આવી સ્થિતિમાં શિક્ષકો પણ વિદ્યાર્થીની પુરતી સંખ્યા થાય તેવા પ્રયાસો કરે છે.

ઘણી વખત પહેલા વર્ષ પુરતી સંખ્યા ન હોય તો બીજા વર્ષ વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા થાય છે. જેથી શાળાઓ બંધ કરાય તો આવા વિદ્યાર્થીઓને લાભ મળી શકતો નથી. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ ધોરણ 1 થી 5 ની શાળામાં 60 થી ઓછી સંખ્યા હોય તેમજ ધો. 6 થી 8 માં 45 થી ઓછી સંખ્યા હોય તેવી શાળાઓ મર્જ કરવાના નિર્ણયને મુલત્વી રાખી શાળા ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...