ધર્મસભા:સાંદિપની વિદ્યાનિકેતનમાં ધર્મસભા યોજાઈ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની ધર્મસભામાં દ્વારકા શારદાપીઠાધિશ્વર વિશેષ ઉપસ્થિતી રહ્યા

પોરબંદર શહેરના સાંદિપની વિદ્યાનિકેતનમાં દ્વારકાના શારદાપીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંદિપનીમાં યોજાયેલ ધર્મસભામાં દ્વારકાના શારદાપીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની વિશિષ્ટ ઉપસ્થિતિમાં તથા રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં આ ધર્મસભા યોજવામાં આવી હતી. શ્રીહરિ મંદિરના સભાગૃહમાં આ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકામાં જગતગુરુ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા બાદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ ગાદી પર બિરાજમાન થયા હતા અને આ ધર્મસભામાં સરસ્વતી સદાનંદ સરસ્વતી મહારાજે સનાતન ધર્મ વિશે પ્રવચન આપ્યું હતું. દ્વારકામાં ગાદી પર બિરાજમાન થયા બાદ પોરબંદરમાં પ્રથમ વખત ધર્મસભા યોજાઈ હતી અને સનાતન ધર્મ વિશેનું જ્ઞાન વિસ્તૃત સ્વરૂપમાં લોકોને પ્રવચન દ્વારા આપવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં સાંદિપની ગુરુકુળના ઋષિમુનિઓ સહિતના મહાનુભાવો એ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...