માધવપુર મેળા માટે સ્ટોલની હરાજી:ચકડોળ, ખાણીપીણી તથા હસ્તકલાના સ્ટોલ માટે જાહેર હરાજી કરાશે; હરાજી શરૂ કર્યા પહેલા ડિપોઝિટ જમા કરવાની રહેશે

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા માધવપુર ખાતે તા. 30 માર્ચથી પાંચ દિવસીય લોકમેળો યોજનાર છે. આ લોક મેળામાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી કલાકારો તથા પ્રવાસીઓ આવતા હોય છે. કૃષ્ણ રુકમણીજીના વિવાહ માટે જાણીતો આ લોક મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી નાના મોટા વેપારીઓ પણ સ્ટોલ રાખીને ચીજ વસ્તુઓનું વેચાણ કરવા આવતા હોય છે.

ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મનોરંજન/ચકડોળ વિભાગનો પ્લોટ તથા ખાણીપીણી તથા અન્ય હસ્તકલા સ્ટોલની જાહેર હરાજી યોજાનાર છે. જેમાં મનોરંજન/ચકડોળ વિભાગ પ્લોટની જાહેર હરાજીની તા.23 માર્ચ બપોરે એક કલાકે બ્રહ્મ સમાજની વાડી માધવપુર ખાતે છે. અપસેટ પ્રાઇઝ 5,25,000 છે. હરાજી શરૂ કર્યા પહેલા 51,000 રકમ ડિપોઝિટ જમા કરવાની રહેશે.

આ ઉપરાંત ખાણીપીણી તથા અન્ય ક્રાફ્ટ સ્ટોલની અપસેટ પ્રાઇઝ 10,000 (દસ હજાર) તથા જાહેર હરાજી તા.27 માર્ચના રોજ બપોરે 1 કલાકે મેળા ગ્રાઉન્ડ માધવપુર ખાતે યોજાશે. વધુ જાણકારી માટે તાલુકા વિકાસ અધિકારી પોરબંદર મો.નં. 9427536308 તથા તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કચેરી માધવપુર મો. 99259 64868 પર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...