સશક્ત-સુપોષિત કિશોરી અભિયાન:પોરબંદરમાં પંચાયત પ્રમુખ તથા કુતિયાણા ખાતે સાંસદની હાજરીમાં કાર્યક્રમ યોજાયો; કિશોરીઓ અને વિધાર્થિનીઓ ઉપસ્થિત રહી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બેટી બચાવો, બેટી પઢાવો તેમજ પુર્ણા યોજના હેઠળ કિશોરી કુશળ બનો થીમ હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ પોરબંદર તથા કુતિયાણા ખાતે કિશોરી કુશળ બનો કાર્યક્રમ યોજાયો હતો.

સર્વાગી વિકાસની જાણકારી મહાનુભાવો દ્વારા આપવામાં આવી
પોરબંદર ઘેડીયા કોળી સમાજ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો તથા કુતિયાણા મહેર સમાજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ, આઇસીડીએસ સ્ટાફ સહિત અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કિશોરિઓ, વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં કિશોરીઓને સુરક્ષા અને સશક્તિકરણ, સરકારી યોજનાઓની જાણકારી, આરોગ્ય, શિક્ષણ, સ્વાવલંબી અને ઘરેલુ હિંસાથી માહિતગાર કરવાની સાથે કારર્કિર્દી ધ્યેયો હાંસલ કરવા, દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને દુર કરી દીકરીના જન્મદરને વધાવવા, જીવનના વિવિધ પાસાઓની સમજ આપવાની સાથે કિશોરીઓનો સર્વાગી વિકાસ થાય તેવી જાણકારી મહાનુભાવો દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...